Blog Details

91) 10 Golden Rules to Follow  For Vivah Success : 

10 Golden Rules to Follow 
For Vivah Success : 

દરેક ભુદેવ નેટવર્ક - Vivah (Bhudev Matrimony) નાં રેજીસ્ટર્ડ ઉમેદવાર સારુ પાત્ર મળે તે માટે નીચે મુજબ 10 વાતો નું ખાસ ધ્યાન રાખશો  : 

✔️ Biodata View & Reply: સામેથી આવતા દરેક મેસેજ કૅ ફોન થી આવેલ બાયોડેટા ને ધ્યાન-પૂર્વક જોઈને અને ચૅક કરીને પછીજ જવાબ આપશો. ચૅક કર્યા વગર ઉતાવળ મા નાં નહિ કહો. જરૂર પડે તો, અમને હજી 5-7 દિવસ આપશો, બાયોડેટા અને જન્માક્ષર જોઈને પછી જવાબ આપીશું, એમ કહો. 

✔️ Member ID Check: સામેવાળા અજાણ્યા નથી તે જાણવા માટે અવશ્ય તેમનો ભુદેવ નેટવર્ક Member ID અને PDF  બાયોડેટા WhatsApp મા માંગશો. (See Video :  https://youtube.com/shorts/Ad9RMfOaxbY?si=H9QwDRb3KAATGCOz)

✔️ Reciprocate Courtesy & Goodness : તમને જો સામે વાળા પોતાનો બાયોડેટા મોકલાવે તો તમે પણ તમારો બાયોડેટા અવશ્ય સામેવાળા ને મોકલાવશો. બની શકે કૅ સામેવાળા નો બાયોડેટા તમને પસંસ નાં પડે પણ તેમના કોઈ ભાઈ / બેન કૅ સગા - સંબંધી ને તેઓ તમારો બાયોડેટા મોંકલાવે, જેમનું તમારી સાથે થવાનું લખ્યું હોય. કોને ખબર. Always Think Positive. 

✔️  Reply Yes or No : જે પણ તમારો Yes / No / અનુકૂળતા નથી, જવાબ હોય તે નિઃસકોચ, સ્પષ્ટ રીતે, અને સમયસર આપશો. સામેવાળા ને ખોટી રાહ નાં જોવડાવો. 

✔️ Show Respect & Humbleness : સામેવાળા ને તમારો જવાબ હમેશા વિનમ્રતા થી અને આદરપુર્વક આપશો. કોઈને જેમ-તેમ બોલીને કૅ મેસેજ થી અપમાનિત નાં કરશો. બની શકે કૅ તેમનાજ કોઈ સગા-સબંધી નું આગળ જતા તમારી સાથે ગોઠવાય. એટલે અહમ ત્યજી ને, દરેક સાથે સારો સંબંધ રાખો.

✔️ Website Biodata : ભુદેવ Vivah વેબસાઈટ મા રેગ્યુલર login કરીને ચોઈસ નાં બાયોડેટા ને તમેજ સામેથી કોન્ટેકટ કરો. બીજા તમને કોન્ટેક્ટ કરે તોજ હું વાત કરું, એવુ વિચારીને ખોટો Delay નાં કરો. 

✔️ WhatsApp Biodata : ભુદેવ WhatsApp ગ્રુપ મા Daily આવતા બાયોડેટા માંથી જે પાત્ર ગમે તેમને કોન્ટેક્ટ કરશો. 

✔️ Bhudev Jivansathi Parichay Sammelan : ભુદેવ પરિચય મેળા ની બુકલેટ મા રેજીસ્ટ્રેશન કરાવીને ભાગ લૉ અને સંમેલન મા રૂબરૂ આવીને પોતાનો સ્ટેજ-પરિચય આપો, અને મીટિંગ કરો. 

✔️ Meeting is Important : મિટિંગ વગર આગળ વધવું શક્યા નથી, એટલે હમેશા મિટિંગ નો આગ્રહ રાખો. મિટિંગ કર્યા વગર નાં નહિ કહો. તમે જો મિટિંગ વગર દરેક ને No કહેશો તો આગળ તમને પણ સામેથી No આવતી થઇ જશે. એટલે મિટિંગ ખાસ કરો, Meeting કર્યા પછી ભલે તમને સામેવાળું પાત્ર નાં ગમે તો વિનમ્રતા થી એમને 'અનુકૂળતા નથી' એવુ કહો. 

✔️ Give Responsibility to Candidate :  બને એટલું ઉમેદવાર ને આ કાર્ય મા Involve કરો. છેવટે તો ઉમેદવારે લગ્ન કરવાનું છે. તો એને જવાબદારી સોપો. ઘણી વાર તો પેરેન્ટ્સ જાતેજ સામે આવતા બાયોડેટા ને હા કૅ નાં કહી દેતા હોય છે, પોતાના ઉમેદવાર ને તે બાયોડેટા બતાવતાજ નથી. ઘણા પેરેન્ટ્સ કહે છે કૅ અમારા Son / Daughter ને તો આ કામ ગમ્તુજ નથી એને તો ટાઈમજ નથી મળતો. આવા કેસ મા બધું સારુ હોવા છતાં પછી ઉમેદવાર ની ઉંમર મોટી થઇ જય છે અને પછી પસ્તાવ્યા સિવાય કોઈ બીજો રસ્તો નથી રહેતો. તો સમયસર પોતાના ઉમેદવાર ને જવાબદારી આપો. જો એ પોતે રસ લઈને સમયસર બાયોડેટા ની પસંદગી કરશે તો તમારુંજ કાર્ય એકદમ આસાન થઇ જશે, ઉતાવળ નહિ કરવી પડે, અને ઉમેદવાર ને પોતાનું મનગમતું પાત્ર મળશે એટલે તે જીવનભર સુખી રહેશે. તો પેરેન્ટ્સ એ પોતાના ઉમેદવાર નાં ભલા માટે તેને આ કર્યા મા સમયસર જવાબદારી આપીને સામેલ કરવો જોઇએ.

All the very best Wishes  :
BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com